તું મારી વાતો નો હૂંફ ભર્યો સહારો
ને મારી પ્રેમભરી કહાની નો કિનારો
તારાથી જ તો આ આ અનેક રંગો ભરી ક્ષિતિજ રચાય
ને હરેક લહેરો રૂપી મોજા ઓ માં આપણું અસ્તિત્વ ભર્યું વલય અવિરત રચાયા કરે. ...રચાયા જ કરે છે....
તું છે તો હું છું એવું તને જાણ્યા પછી હરેક પલ લાગ્યું..!
તું નથી તો હું અધૂરી છું..એવું ક્ષણેક્ષણ માં જાણ્યું
તારાથી જ તો મને મારી ખબર પડી...એવું દિલે અનેકવાર અનુભવ્યું..
તું સુકુંન છે મારું....પછી દૂર કે પાસ..
સલામત સફર છે તું મારી...જે મને બહુ જ આવે છે રાસ
તું હું ને આપણો આ અનંત ક્ષિતિજો સુધી વિસ્તરતો ને અનેક અવકાશો થી રંગીન એવો અલાયદો વિસામાં ભર્યો સંબંધ...છે બહુજ લાજવાબ....
-Hina