ભાગ 2....મહિનો પૂરો થયો. બીજો મહિનો પૂરો થવા આવ્યો ..
મેં પપ્પા ને પૂછ્યું... પપ્પા.તમે છો ક્યા..? બે મહિના થઈ ગયા...
મને હવે શંકા લાગે છે....
તમને મારા સોગંન ..આપ સાચું બોલો..ક્યાં છો ?
દિપેન આંખ મા પાણી સાથે બોલ્યો...
બેટા.. સાંભળ...અમે કાશી મા ,જ.. છીયે...અહીં ફરતા.ફરતા..વૃદ્ધા આશ્રમ દેખાયો...તેનું વાતવરણ..
રહેવાનું..ખાવું પીવું...સવાર સાંજ ભગવાન ના દર્શન....સતસંગ બધુજ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..તારી માઁ નો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે...