મને આવતા જોઇને તારુ સંતાઇ જવુ.....
સંતાઇ ને મને જોયા કરવુ....
કદાચ તારુ મન ભરાઇ જતુ હશે..
પણ મારુ મન કેવી રીતે ભરવુ....
તને મળવા મારુ ઝંખવુ...
અને તારુ મારાથી આમ રિસાઇ જવુ..
તુ આનંદના સાગરમા તરતો હશે..
પણ મારુ વિરહમા ડૂબી જવુ....
મારી જોડે વાતના કરવાનુ નવુ બહાનુ....
મારા કાનમા વારંવાર ઉમેરવુ....
તને નવા શબ્દો મળી રહેતા હશે...
પણ મારા શબ્દોનુ મરી પરવારવુ...
તને આસાન લાગે છે મને બેવકૂફ બનાવવાનુ....
મારી જોડે રમત રમવાનુ...
પણ મારુ મોત તને રડાવી જશે......
ત્યારે કામ કરજે મને સંભારવાનુ.....