દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે.ના વ્યવહાર સચવાય છે
ના તહેવાર સચવાય છે
દિવાળી હોઈ કે હોળી
બધું ઓફિસ માં જ ઉજવાય છે
આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે
લગ્ન ની કંકોત્રી મળે ત્યાં શ્રીમંત માં માંડ જવાય છે
૭ આંકડાના પગાર છે
પણ પોતાના માટે ૫ મિનીટ પણ ક્યાં વપરાય છે
પત્ની નો ફોન 2 મિનીટ માં કાપી
પણ ક્લાયન્ટ નો કોલ ક્યાં કપાય છે
ફોન બુક ભરી છે મિત્રો થી પણ કોઈનાય ઘેર ક્યાં જવાય છે
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડે માં ઉજવાય છે .
કોઈને ખબર