પડી છે હવે સાંજ,
જે તમને સવાર સુધી લઇ જશે...
ખેડૂ કે છે એની પત્નીને કે,
પાક હવે થ્યો છે લીલોછમ જે ઘરના ઉજાસ-દિવા માટેના તેલ સુધી લઇ જશે..
ખેતરો પણ વાતું કરતા હશે હવે,
કે આ ખેડુત ક્યાં સુધી
આપણી ચામડી ચિરી ને ધાન લઇ જશે...
આ એક સાજીશ હતી હવાની જે,
જે ખેડુને હવે ગામડુ છોડાવી,
શહેર ભણી લઇ જશે...
પણ એને પણ ક્યા ખબર હતી,
આ સવાર એને ફરી સાંજ સુધી લઇ જશે..
- JAYESH K RATHAVI..