હવે સંબંધો install થઇ શકે છે,
હાર્ટમાં લાગણીઓનું storage થઇ શકે છે.
એ copy-paste થાય, delete થઇ શકે, rename તો રોજે રોજ થઇ શકે છે.
સંબંધો હવે કોમ્પ્યુટરની ફાઇલની જેમ share થઇ શકે છે.
જરૂર પડે તો formate change થઇ શકે છે.
પ્રેમ હવે આંખોના મળવાથી જ નહીં email મળવાથી પણ થઇ જાય છે!
હાર્ટમાં નહીં હાર્ડ ડીસ્કમાં આખું જગત સમાઇ જાય છે.
સંબંધોમાં પણ હવે ‘mobile number portability’ જેવી સરળતા રહે છે.
terms-condition સારા હોય ત્યાં સૌ ઢળતા રહે છે.
‘live in relationship’ જેવા રૂપાળા label મળે છે.