"લાગણીનો સંબંધ"
જેમાં માત્ર તું કે હું ના હોય પરંતુ આપણે હોઈએ,
એ લાગણીનો સંબંધ.
જેમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં સાંભળનાર ખુશ થાય,
એ લાગણીનો સંબંધ.
જેમાં કાંઈ પણ કહેતા પેહલા મનની વાત વાંચી લે,
એ લાગણીનો સંબંધ.
જેમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતાની જરૂર ના હોય,
એ લાગણીનો સંબંધ.
જેમાં એકબીજાનું સન્માન કરવું જાણતાં હોય,
એ લાગણીનો સંબંધ.
જેમાં સંબંધ પ્રતેયનો પ્રેમ સાબિત ના કરવો પડે,
એ લાગણીનો સંબંધ.
જેમાં બીજાની ખુશી માટે જતું કરવાની ભાવના હોય,
એ લાગણીનો સંબંધ.
જેમાં ખટાશ તો હોય પરંતુ કડવાશ ના હોય,
એ લાગણીનો સંબંધ.
ઉજાસ