"પ્રેરણા"
ક્યાંથી પ્રેરણા લઉં?
રોજ સવારે સૂર્યોદયનાં ઉજાસ પાસે કે પછી,
સૂર્ય આથમ્યાં બાદનાં ચંદ્રોદયની રોશની પાસે?
ક્યાંથી પ્રેરણા લઉં?
દીવાલ પર ચઢવાની કોશિશ કરતાં કરોળિયા પાસે કે પછી,
પોતાની પીઠ પર વજન મૂકી લાબું અંતર કાપતાં મૂક પશુઓ પાસે?
ક્યાંથી પ્રેરણા લઉં?
સરહદ પર દિવસ-રાત દેશની રક્ષા કરતાં સૈનિક પાસે કે પછી,
ક્યારેક ચા વેંચતા અને હાલ દેશ ચલાવતા નરેન્દ્રમોદીજી પાસે?
ક્યાંથી પ્રેરણા લઉં?
હજારો યાત્રીઓ ને ગંતવ્ય સ્થાને સલામત પોહાચાડતાં જવાબદાર વિમાન ચાલાક પાસે કે પછી,
મુંબઈની લોકલ ટ્રેનમાં રોજ યાત્રા કરતાં યાત્રીઓ પાસે?
ક્યાંથી પ્રેરણા લઉં?
કેન્સરથી પીડાતા અને બીમારીને હરાવી જીવનમાં આગળ વધતાં નાદાન બાળક પાસે કે પછી,
વૃદ્ધાશ્રમમાં મારા માતા-પિતા સમાન રહેતાં એકલવાયા વૃદ્ધ પાસે?
ક્યાંથી પ્રેરણા લઉં?
આશરે ૧,૭૦,૦૦૦ ભારતીઓને વતન પોંહચાડનાર રણજિત કટિયાલ પાસે કે પછી,
૨૨ વર્ષીય નીરજા ભાનોટ પાસે?
ક્યાંથી પ્રેરણા લઉં?
બાણ સૈયા ઉપર સુતા ભીષ્મ પાસે કે પછી,
પોતાની સમક્ષ પોતાનાં ૧૦૦ પુત્રોનો અંત જોતા માતા ગાંધારી પાસે?
ઉજાસ