જિંદગી રોજ એક નવી ચેલેન્જ લઈને આવે છે. પરંતુ એ એટલી અઘરી પણ નથી જેટલી આપણે માનસિક રીતે બનાવી દીધી છે. આપણી દૃષ્ટિને સંકુચિત રાખીશું તો ઘણી ઉપાધિઓ, સમસ્યાઓ અને દુઃખો આપણા જ ભાગ્યમાં લખ્યા છે એવો ભ્રમ સતત સતાવતો રહેશે અથવા સિદ્ધિઓનું ગુમાન સતત હાવી રહેશે જે તમને ક્યારેય સહજ થવા નહિ દે. પરંતુ જો દુનિયાને જોવાની અને સમજવાની આપણી દૃષ્ટિને વિશાળ રાખીશું તો આપણું બધું જ સહજ અને સામાન્ય લાગશે.
બ્રહ્માંડની દરેક ઘટનાઓ આપણા જીવન સાથે એટલી હદે ઇન્ટરકનેક્ટેડ અને ઇન્ટરડિપેન્ડન્ટ છે કે, આપણું જ ધારેલું થવાની સંભાવના સંપૂર્ણ રીતે આપણા કંટ્રોલમાં ક્યારેય હોતું નથી. ઘણાં બધાં સંજોગો એકસાથે મળીને કોઈક એક ઘટના કે પરિણામનું કારક બનતું હોય છે. એટલે જ્યારે પણ આપણી ઈચ્છાનુસાર પરિણામ ન આવે તો વિચલિત થવું નહિ અને હિંમત હાર્યા વગર આગળ વધતા રહેવું. કર્મ કરવું આપણા હાથમાં છે ફળ નહિ.
જે જીવો સંતોષી છે એ નીરસતામાં સરી ગયા છે અને જે જીવો લોભી છે એ ભૂખ્યા વરુની જેમ દોડી રહ્યા છે. બંનેમાંથી કોઈ અંદરથી ખુશ નથી, એનું કારણ છે સાચા જ્ઞાન અને યોગ્ય દૃષ્ટિનો અભાવ. તમને આર્થિક ભોગવિલાસ અને વૈભવ પ્રાપ્ત કરવાના માર્ગ ચિંધનાર લાખો ગુરુઓ અને ઇન્સ્ટિટ્યૂટ મળી જશે. પરંતુ જીવનલક્ષી જ્ઞાન આપનાર સાચા ગુરુ મળે એની સંભાવના ખૂબ ઓછી રહેલી છે કારણ કે સાચા ગુરુ પ્રાપ્ત કરવા માટે શિષ્ય તરીકેની યોગ્યતા હોવી પણ એટલી જ જરૂરી છે. શ્રીકૃષ્ણ જેવા શ્રેષ્ઠ ગુરુ અર્જુન જ પામી શક્યો કારણ એની પાસે જ્ઞાન મેળવવાની ભૂખ અને જિજ્ઞાસા હતી.
पंडित यदि पढि गुनि मुये,
गुरु बिना मिलै न ज्ञान।
ज्ञान बिना नहिं मुक्ति है,
सत्त शब्द परमान॥
व्याख्या: बड़े - बड़े विद्व।न शास्त्रों को पढ - गुनकर ज्ञानी होने का दम भरते हैं, परन्तु गुरु के बिना उन्हें ज्ञान नही मिलता। ज्ञान के बिना मुक्ति नहीं मिलती।
જ્ઞાન પુસ્તક્યુ નહિ આત્મિક એટલે કે આત્મસાધ કરેલું હોવું જોઈએ. જે જ્ઞાન તમારામાં બદલાવ ન લાવી શકે એને જ્ઞાન નહિ માહિતી કહેવાય.
શબ્દ અને વિચાર..
nitunita (નિતા પટેલ)
#જિંદગી #ગુરુ #જ્ઞાન #આનંદ #દૃષ્ટિ #શ્રીકૃષ્ણ