કૃષ્ણને પણ વેદના છે.....
વૃંદાવન છોડી ને કુરુક્ષેત્રમાં ગયા ની વેદના છે,
રાસ ચુકી ને રણનીતિ કર્યા ની વેદના છે,
વાંસળી મૂકી ને પાંચજન્ય ફૂંકયા ની વેદના છે,
મહીં-માખણ ભૂલી ને સુદર્શન ઝાલ્યા ની વેદના છે,
મોરપીંછ હટાવી ને મુકુટ પહેર્યા ની વેદના છે,
નટખટ કાનુડો મટી ને દ્વારિકાધીશ બન્યા ની વેદના છે.
- Nikee gami