" કસોટી જિંદગીની "
કસોટી જિંદગીની, ઓછી નથી હોતી.
ને શીખ એની કદીય, ખોટી નથી હોતી.
ભણાવે છે હર પાઠ એ ઠોકર લગાવી,
બસ, હાથમાં એનાં, સોટી નથી હોતી.
કોઈ લક્ષ પામવું કંઇ અઘરું નથી હોતું,
નિષ્ફળની ઈચ્છા જ, મોટી નથી હોતી.
ત્રાજવે તોલાય સદા સત્ય, ઈમાનદારી,
જુઠ ને બેઈમાનીની, કસોટી નથી હોતી.
મૃત્યુ બાદ મહેકી ઊઠે, ભોમ ને "વ્યોમ"
જીવતાં જેની મેલી, હથોટી નથી હોતી.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.