નવી શરૂઆત..
અંત હોય જે આ જિંદગીનો,
એ જ આરંભ લઈને આવે છે.
બધું સમાપ્ત થઈ જાય ત્યાંથી ,
નવા શમણાં લઈને આવે છે.
કોઈપણ રાત જો વીતી ગઈ,
તો સવારને મળવું જરૂરી છે;
અંધારા પછી માત્ર એ ઉજાસની,
ઝલક લઈને આવે છે.
જે ડાળી તૂટી ગઈ હોય,
ત્યાં નવા પાંદડાંનો છે વાયદો;
હંમેશા વૃક્ષ એની જીવંતતાની,
પળ લઈને આવે છે.
આ "અંત" શબ્દને નિરાશા ન ગણવી,
એ તો વિરામનું બીજું નામ છે;
સફર પૂરી થાય તોયે,
એ બીજી મુસાફરીનો ઉમંગ લઈને આવે છે.