તે પંખી કેટલું સુંદર હતું.
તે તેને સમયસર ચણ પાણી આપી દેતાં.
તેને પ્રેમથી પંપાળતો.
વ્હાલ પણ ખુબજ કરતો.
તે તેને જોઈને ખુબજ હરખાતો.
તો પણ પંખીને ખુશી નથી.
કેમ ???
કંઈક તો કારણ હશેને
હા બસ, કારણ છે જને.
તેને પીંજરું જો બનાવ્યું છે અને તેમાં રાખ્યું છે.
પીંજરા નાં મહેલની માયા પંખીને ક્યાં હતી.
તે જેને પંખી પ્રત્યે પ્રેમ કહેતો.
તે પ્રેમ કંઈ હતો.
બસ બંધન સાથેની માયા હતી.
પ્રેમ તો મુક્ત ગગનમાં વિહાર કરે.