ખાલીપા ની વાતો માં થોડી પ્રશાંતિ ની ઝલક છે...
મૌન બોલે છે,છોડી દે બધું ફરી ગૂંથવાની આ ક્ષણ છે...
વાગોળવાની નથી જે વાતો જૂની છે…
સમેટવાની છે જે લાગણીઓ હજી ખુલ્લી છે…
બળાપો શું કરવો કે મંઝિલ ક્યાંક છૂટી રહી છે...
આતો સફર વિસામા ભૂલી આગળ વધી રહી છે...
ઘણા કારણો મળે છે થોડી વાર અટકી જવાના…
હૃદયના ભારને આંખોથી હળવા કરવાના…
આગળ વધવા માટે તું તારા માટે પૂરતી છે…
ઘણા કારણો મળે છે ફરી સ્મિતને આવકારવાના…”