🙏🙏નિણર્ય.
 
એક નાનો શબ્દ છે પરંતુ ઘણુંબધું બદલી કાઢવા સક્ષમ છે.
એક નાનો નિણર્ય વર્તમાન થી લઈને ભવિષ્ય બદલી કાઢે છે,
ઇતિહાસ સાથે જે તે દેશની કે પ્રદેશની ભૂગોળ ને પણ બદલી કાઢવાની ક્ષમતા છે.
અરે, એક થઈને એક નિર્ણયથી સત્તા અને શાસક ને લોકશાહીમાં બદલી કાઢે છે. 
બસ આ રહી નિર્ણયશક્તિ ની તાકાત!! 
જે વ્યકિતમાં કોઇપણ પરિસ્થિતિમાં યથાયોગ્ય નિણર્ય લેવાની શક્તિ છે.
તે વ્યક્તિ એક યોગ્ય નિર્ણય દ્વારા ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરીને પોતાને યોગ્ય સ્થિતિનું નિર્માણ કરે છે.
જેનામાં નીડરતા અને વિવેક સાથે નિણર્ય લેવાની આવડત છે, તે જ સાચો 'સરદાર' બની શકે છે.
જો યથાયોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો તેના પરિણામ ત્વરિત કે લાંબાગાળે પણ લાભદાયક રીતે પ્રાપ્ત થાય છે.
જેમ કે વલ્લભભાઈ પટેલે સમય અનુસાર હૈદરાબાદ,જૂનાગઢ પર લશ્કરી પગલાં લઈને પણ નવાબ અને રઝાકારો ને હરાવી હૈદરાબાદ, જૂનાગઢ ને ભારતમાં ભેળવી લીધું. 
જ્યારે તેવાં જ નિર્ણયો જો યોગ્ય રીતે લેવામાં ના આવે તો તેના પણ દુષ્પરિણામો  લાંબાગાળા સુધી ભોગવવા પડે છે.
 જેમકે જમ્મુ કાશ્મીરનો નિર્ણય જે તે સમયે યોગ્ય રીતે લેવામાં ના આવ્યો તો હજું પણ ત્યાં ફેલાઈ રહેલા આતંકવાદથી સંપુર્ણ દેશ હેરાન થાય છે.
આજ રીતે જીંદગીમાં પણ ઘણા જ નિર્ણયો જો યોગ્ય સમયે લેવામાં ના આવે તો વળતર રૂપે અફસોસ, નિરાશા કે નુકસાન મળે છે.
જીંદગીમાં જ્યારે ખુદનો પ્રશ્ન હોય!
  શું નિર્ણય લેવો?
 તેનું કોઈનાથી માર્ગદર્શન ના મળતું હોય,
 ત્યારે ખુદની જાતને ખુદાની સાક્ષીએ રાખીને પુછો ચોક્કસ શું નિર્ણય લેવો તે ખુદનું મન જણાવશે.🦚🦚
🤝સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે તેમને નમન અને આ લેખ સમર્પિત 🤝