દિવાળીમાં ના કરો ચિંતા
દિવાળીની ના કરો કીટ્ટા
લોકો છે બોલ્યા કરે
આપણો તહેવાર છે
આપણો છે આ વ્યવહાર
અંધકારમાં ઝગમગે દીવડા
ઘરમાં બને મીઠાઈ ને મઠિયાં
બાળકોને ગમતાં ફટાકડા
ફૂલ ઝરી સાથે તડતડિયા
દિવાળીમાં ના કરો ચિંતા
દિવાળીની ના કરો કીટ્ટા
તહેવારો આવે ને પ્રચાર કરતાં
એવા નકારાત્મક વિચારો ના કરો
આપણો તહેવાર છે ને
આપણો છે વ્યવહાર
અંધકારમાં ઝગમગે છે દીવડા.
- કૌશિક દવે
- Kaushik Dave