Gujarati Quote in Song by Umakant

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝાઝું વિચારવું જ નહીં
મારું કે તારું કંઈ ધાર્યું ના થાય.
એના કરતાં તો ધારવું જ નહીં….
ઝાઝું વિચારવું જ નહીં

રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર,
પળભર પણ ઝળહળ થઈ રહેવું.
વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને,
ભીંજવવા આરપાર વહેવું.
આવી ચડે ઈ બધું પાંપણથી પોંખવું
ને મનને તો મારવું જ નહીં,
ઝાઝું વિચારવું જ નહીં.

ઘુવડની આંખ્યુંમાં ચોંટેલું અંધારું,
કુમળા બે કિરણોથી ધોત.
આગિયાના ગામમાંથી ચૂંટાયા હોત ને
તો આજે તો સૂરજ હું હોત!
સ્મરણો તો હંમેશા આ રીતે પજવે,
તો કંઈ પણ સંભારવું નહીં.
ઝાઝું વિચારવું જ નહીં.

સરનામા પૂછી પૂછીને જે વરસે,
ઈ વાદળ નહીં બીજા છે કોક.
ભીંજાવા માટે પણ પાસવર્ડ માગે,
ઈ ચોમાસા કરવાના ફોક!
છાંટોયે હેતથી ના વરસી શકાય,
એના કરતાં અંધારવું જ નહીં.
ઝાઝું વિચારવું જ નહીં.

-કૃષ્ણ દવે
🙏🏻
- Umakant

Gujarati Song by Umakant : 111985611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now