જીવનચરિત્ર
ડો.અસ.જી.શાસ્ત્રી.
(શંકરલાલ જી.શાસ્ત્રી)
તેમનો જન્મ ૨ મે ૧૯૦૨ના દિવસે સાઠોદરા નગર બ્રાહ્મણ પરિવારમાં ગુજરાતના નડીઆદ નજીકના ગામ ચુણેલ ખાતે થયો હતો.[૧] તેઓ ચિકિત્સક અને કર્મકાંડના શાસ્ત્રી ગંગાશંકરના બીજા પુત્ર હતા. તેમના નાના ભાઈ હરિપ્રસાદ શાસ્ત્રી પણ ગુજરાતી લેખક, ઇતિહાસકાર અને ભારતવિદ હતા.[૨]
તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મલાતજમાં અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં પૂર્ણ કર્યું . ૧૯૧૯માં મેટ્રિક પાસ કર્યા પછી, તેઓ ગુજરાત કૉલેજમાં જોડાયા, તેમણે સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે ૧૯૨૩માં બેચલર ઓફ આર્ટ્સ અને ૧૯૨૫માં માસ્ટર ઓફ આર્ટ્સની પદવીઓ મેળવી. ૧૯૨૯માં તેમણે કાયદાની સ્નાતકની પદવી પણ મેળવી હતી.[૧]
તેમણે નડીઆદની સરકારી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને પછી તેઓ ધી પ્રોપરાઇટરી હાઇસ્કૂલ, અમદાવાદમાં જોડાયા, ત્યાં તેમણે ચાર વર્ષ સુધી ભણાવ્યું. વચ્ચે વચ્ચે તેઓ વકીલ તરીકે વ્યવસાય કરતા, ત્યાર બાદ તેમણે બહાઉદ્દીન કૉલેજ, જુનાગઢ ખાતે ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું, અહીં તેમણે ચૌદ વર્ષ સેવા આપી.[૧]
૧ જૂન ૧૯૪૬ ના દિવસે તેમનું અવસાન થયું.[૧]
🙏🏻
- Umakant