દુનિયા
જુદી છે સાવ શાખો પાછળની દુનિયા
એથીય જુદેરી વળી આંખો પાછળની દુનિયા.
સામે મળે તો મલકાય ઝાઝેરું આ વદનો
મોઢા મચકોડે પછી પીઠ પાછળની દુનિયા.
વાહવાહી કરતાં થાકશે નહીં જે હાજરીમાં
ઈરખાએ બળી મરે એની ભીતરની દુનિયા.
વ્યવહાર અચૂક સાચવે બધાય લોકસામે
એકલતાએ આખડે આ મતલબી દુનિયા.
સ્નેહાળ, હેતાળ, મીઠડી ભલે હર સંબંધે
બહુ સ્વાર્થી, સંકુચિત આ આખીય દુનિયા
પદ્માક્ષી(પ્રાંજલ)
- Padmaxi