Gujarati Quote in Jokes by Megha

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*એક ભેંસ ની ફરિયાદ..*

*ભેંસ પુરાણ*

બાળકો લગભગ દૂધ
મારું જ પીવે...
પણ શાળા માં નિબંધ
*ગાયનો લખે !*

વાંચતા ન આવડે તો કહે...
*કાળા અક્ષર ભેંસ બરાબર..*
તો શું બીજા ઢોર
*ગ્રેજ્યુએટ છે…?*

કોઈ ભૂલ કરે તો કહે...
*ગઈ ભેંસ પાણી માં...*
તો બીજા ઢોર
*કોકાકોલા માં જાય છે…?*

વાત ન સમજાય તો કહે...
*ભેંસ આગળ ભાગવત...*
તો શું બીજા ઢોર આગળ...
*રામાયણ* વંચાય..છે ?

ચાલો બધું માફ...
પણ છેલ્લે એક વાત

ગાય ને ભલે *માં* કહો
પણ મને કોઈક વાર
તો *માસી* કહો

મને ખબર છે તમે નહીં કહો… નહીં જ કહો
બસ આને કહેવાય
*ભેંસ આગળ ભાગવત* 🤓
- Megha

Gujarati Jokes by Megha : 111982405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now