“મનમાં મૌન”
શ્વાસ ભીતર કશુંક ચાલે છે,
મારી અંદર કશુંક ચાલે છે.
                     એક ક્ષણનો વિરામ ના મળતો,
                આઠે પહોર કશુંક ચાલેછે.
સ્થિરતાને તરત ફગાવીને,
જાગ નીંદર કશુંક  ચાલે છે.
                  શેરીઓ તો કશું ન બોલી પણ,
                  બોલ્યું આ ઘર કશુંક બોલે છે.
કુંભકરણોની ઊંઘ છોડીને,
ખેંચ ચાદર કશુંક ચાલે છે.
               …….રમેશ ચૌહાણ.
🕺
 - Umakant