અહીં સિંહની જગ્યાએ કૂતરું પાણી પી રહ્યું હોત તો લોકો કૂતરાને ડરાવી ભગાવીને નીકળી જાત. જો ગાય પાણી પી રહી હોત તો કરુણા ભાવથી જોઈ અને બાજુમાંથી નીકળી જાત. પણ અહીં સામર્થવાન પાણી પીવે છે. એટલે લોકો રોકાઈ ગયા છે. અહીં ડરાવવાનું કે કરુણાભાવથી જોવાનું છોડીને લોકો હોર્ન વગાડ્યા વગર, પોતાનો શ્વાસ રોકીને, ગાડીના દરવાજા લોક કરીને, શાંતિથી બેઠા છે. ચિત્રનો ભાવાર્થ છે... શક્તિ જ શાંતિ અને ન્યાય સ્થાપિત કરી શકે છે, અહિંસા કે કરુણા નહીં.