🙏🙏હું બસ મારા મનનાં વિચારો આ કોરાં કાગળો પર યોગ્ય શબ્દોથી લખી દઉં છું.
બસ પછી શું તે શબ્દો ધીમે ધીમે પુસ્તકનું સ્વરૂપ ધારણ કરે છે.
પછી તેને જ્યારે જ્યારે વાંચું છું ત્યારે ત્યારે મને તે સમજતું હોય અને સમજાવી રહ્યું હોય તેવો સુખદ અહેસાસ થાય છે.
ખરેખર પુસ્તક કોઈ મારું દર્પણ હોય તેમ મને હંમેશા મારા માટે સારું નરસું શું છે? તેનું સાચું પ્રતિબિંબ બતાવતું હોય છે.
તું પુસ્તક મને એટલે ગમે છે કે જ્યારે તને વાંચું છું ત્યારે તું મને સમજાતું હોય તેમ લાગે છે.
તું મારી લાગણીઓ, વ્યથાઓ, ઇરછાઓ, આકાંક્ષાઓ ને સમજે છે અને સાચો માર્ગદર્શક બનીને એક યોગ્ય પથ આપે છે,🦚🦚
📖World Book day 📚