વિશ્વ પૃથ્વી દિવસ
પૃથ્વી
આપતી અનાજ એ સૌને,
માંગતી ન કશું બદલામાં!
વધતી જતી વસ્તી સામે,
બોજ સહેવા થઈ એ લાચાર!
રાખીએ સ્વચ્છ એને સદાય,
કરીએ ન ક્યાંય ગંદકી!
વસતાં જીવો અનેક પૃથ્વી પર,
રાખીએ સદભાવ સૌ પ્રત્યે!
રાખીએ આ પૃથ્વી આપણે,
પ્રદૂષણથી મુક્ત સદાય!
હશે પૃથ્વી જેટલી શુદ્ધ,
જીવીશું આપણે જ એટલું સ્વસ્થ!