સંબંધોમાં ભરતી ઓટ આવ્યા કરે,એમાં શું!!!
લાગણીઓ જીવંત રાખવાથી કિનારો શું કામ કરું?
છોડી દીધી હુકુમત દુનિયાભરની સ્વેચ્છાથી હૃદયપૂર્વક
હૃદય તો હાર્યો!!! માણસ પણ હારુ-એવું શું કામ કરું?
સમજુ છું પ્રત્યેક દર્દને,પ્રણયનો પ્રાસંગિક પુરસ્કાર
પ્રેમી છે...ન્યાયાધીશ થોડો છે!!! ફરિયાદ શું કામ કરું?
લાગણીઓ વિસ્તારી છે મેં આભની સીમાઓ સુધી
ભરોસો હોય તો ઠીક,કાયમ પુરવાર શું કામ કરું?
ચોતરફ ફૂંકાઈ હોય જ્યાં રણભેરી હુંકારની ત્યાં
નાદાન રહેવું સારું,સમજદારીનું ડહાપણ શું કામ કરું?
- નિર્મિત ઠક્કર ( ૨૧/૦૪/૨૦૨૫)