હતી જે એમાં ફરક નથી
છતાંય હું બદલાઈ ગઈ છું
કોઈ તો રસ્તો ખોવાયો છે
ને ત્યાજ હું રોકાઈ ગઈ છું
આરીસામાં જે દેખાય છે એ હું નથી
કોઈ છાયા છે જેને ઓળખતી નથી
અંધારું ઓઢીને કંક સૂઈ ગઈ છું
એક ઘેરા નિંદ્રામાં ખોવાઈ ગઈ છું
હતી જે એમાં ફરક નથી
છતાંય હું બદલાઈ ગઈ છું
આંખો ભલે હસતી હોય મારી
પણ હૃદયમાં શું છે એ કળય નથી
શા માટે આટલી અજાણી થઈ ગઈ
કોઈ વાત છે જે કહાય નથી
મન મારું ને ભેદ તેનો મારું નથી
મારી જાતને જ હું છુપાવી રહી છું
હતી જે એમાં ફરક નથી
છતાંય હું બદલાઈ ગઈ છું
કાંક હું ખોવાઈ ગઈ છું
ઢમક