તમે હજુ અહીંયા જીવતા છો તંત્રનો આભાર માનો,
રસ્તા પર તમે અહીં ફરતા છો, તંત્રનો આભાર માનો.
કારણ કે અહીંયા મોતની કિંમત ચાર લાખમાં અંકાય,
મૃતકોના દેહ તમે ગણતા છો, તંત્રનો આભાર માનો.
આ બનાવેલું તંત્ર એ હૃદય ને લાગણી વગરનું યંત્ર છે,
બાળકો તમે હજુ રમતા છો, તંત્રનો આભાર માનો.
આગ, પુલ, બસ, કાર અનેક કારણો મારી શકે તમને,
ગુન્હો કરી સરકારને ગમતા છો, તંત્રનો આભાર માનો.
હવે તો ટેવાય ગયા છીએ અમે લાશોના ઢગલા જોઈ,
મનોજ લાશો પર રડતા છો, તંત્રનો આભાર માનો.
મનોજ સંતોકી માનસ