આવ્યો ફાગણ ને રૂડા રંગો ખિલ્યા
ઉગમણે આભમાં રંગો ખીલ્યા!.…..
પાકેલા પાંદડા ના લાલ- પીળા રંગ,
પાકેલા પાકે ધર્યા ભળતા રે રંગ!....
અજમો,સવા ને વરિયાળીના પીળા તે ફૂલ,
રોહિડો ને કેસુડાના શોભે કેવા કેસરિયા ફૂલ!...
આવળ, બાવળને આંકડા પણ ખીલી ઉઠ્યા,
લીમડે,જાંબુડેને આંબે મીઠા ફળો બેસી ગયા!...
બપોરે તડકો કેવો,અંગ દઝાડતો લાગે,
ઝાડવાનો છાયો કેવો ઠંડો રે લાગે!....
આવ્યો ફાગણ ને........