ઢળતી સંધ્યા ના કેવા રૂપાળા રંગો
આથમણે લાગે કેવા રૂપાળા રંગો!
બપોરે તો કેવો એ તપતો રે લાગે
સાંજે તો કેવો એ સોહામણો લાગે!
પંખી ના ટોળા સૌ માળે રે આવે
કલરવ કરીને પ્રભુના ગુણલા એ ગાવે!
નિત જોવું ઉષા ને સંધ્યા હું તમને
સ્ફૂરે પંક્તિને તુ કલમ પકડાવે!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર