ફાગણ અને કેસુડો
ફાગણ
ખીલ્યો આ કેસુડો કેવો જોને સખી!
લાગ્યો કેસરી રંગ આખાય ઝાડને એનાં!
વ્હાલો કેસુડો કાનુડાને એટલો,
ખેલે હોળી ગોપીઓ સંગ,
મારીને પિચકારી કેસુડાનાં રસની!
જોઈ મજાનો કેસુડો કેસરી,
થઈ જાય અણસાર ફાગણનાં આગમનનો!
ખીલે પૂરબહારમાં મોસમ એવી,
મન થઈ જાય રંગબેરંગી!!!