"માતૃભાષા આપણા હૃદયમાં રહેલી હોય છે, એ મુખેથી નહીં પણ આપણાં હૃદયમાંથી આપો આપ બહાર વહેવા માંડે છે"
શું કહું મારી મા વિશે ? આ જગતમાં એવો કોઈ શબ્દ નથી, જે માને તોલી શકે ? જગતમાં "મા તું જ એક હિતકારી". આ વિશ્વમાં મા જેવું કોઈ હિત ના ઇચ્છે. જે શબ્દ હું જન્મતા જ બોલ્યો, એ જ મારી માતૃભાષા. પછી ભલે એ ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી હોય. પણ હું તો ગુજરાતી છું એટલે મારી ભાષા પણ ગુજરાતી છે. મને ગુજરાતી બોલવામાં બોવ ટાઢક મળે. મને ગર્વ છે કે હું ગુજરાતી છું.
મનોજ નાવડીયા
#matrubhasha