અરે, આલિંગન નું સામર્થ્ય તો જુઓ! રડતું બાળ માંને ભેટી કેવું નિર્મળ હાસ્ય કરવા લાગ્યું!
કાળજા કેરાં કટકા ની વિદાય વેળાએ, ભેટીને રડતી દીકરી જોઈને, બાપનું હૈયું રોવા લાગ્યું.
કોઈ દુઃખી મિત્રને મળીને મિત્ર હળવું આલિંગન કરી ગયો, બસ ત્યાંજ બધું દુઃખ હરી ગયો.
આલિંગનમાં રહી અજબ ઉષ્મા ત્રિલોક નો ધણી નિર્ધન સુદામાને ભેટી ગદગદ થઇ ગયો.
🫂Happy hug day 🫂
- Parmar Mayur