તેને કહેલી દરેક વાત ધ્યાનપૂર્વક સાંભળવી છે,
માટે દિલથી હોંકારો દેવાની પુરી તૈયારી કરી છે.
ખુલ્યા મન કમાડની જેમ પુરેપુરા ઘરમાં રોનક દેખાઈ છે.
બન્ને દ્વાર થયાં ભેગા, મિલનથી ઘર બનવાની તૈયારી છે.
એક બીજ બંને હજારો બીજ તો દબાઈ જવાની પુરી તૈયારી છે.
બે ટંકનો રોટલો શેકાઈ જાય તો કાષ્ટ બની સળગવાની તૈયારી છે
સુર્યની જેમ વિશ્વ તો પ્રકાશમાન કરી શકવા સમર્થ નથી,
હા, ઝુંપડીમાં નાનો દીવડો બની ઉજાસ ફેલાવી દેવાની તૈયારી છે.
મુર્તિ બનેલો પથ્થર અનેકવાર ઘા સહીને આકાર પામ્યો છે,
પ્રગતિ નાં પંથે પથ્થરનું પગથિયું બની જવાની તૈયારી છે.