પ્રિય નાના 🙏આજે તમારી પાંચમી પુણ્યતિથી છે.કેટલાં વર્ષો વિતી ગયા પણ હજુ પણ એવું લાગે કે તમે અમારા સાથે છો.
અહો ભાગ્ય અમારાં કે તમારા જેવા સારા માણસ ની છત્રછાયા માં અમે મોટાં થયાં, તમારા ઉચ્ચ કોટી નાં વિચારો, આજે જીવન જીવવાનું સરળ કરી નાખે છે, સૌભાગ્ય છે અમારું કે તમે અમારાં છો, અને તમે દુનિયા ની સૌથી મોટી વસ્તું અમને ધરોહર આપી છે, તમારા સંસ્કાર અને ગુણો વારસાગત અમારાં માં આવ્યા છે.
આજે લોકોની સૌથીમોટી વિડંબના એ છે કે ....એમની કેળવણી માં થોડાં ગુણો નો અભાવ રહી ગયો કેમકે...
🤍જતું કરવાની ભાવના...
🤍માફ કરીને આગળ વધવું...
🤍સંતોષ જીવનમાં રાખવો...
🤍ધીરજ ક્યારે ખૂટે નહીં....
🤍ભગવાન પરથી શ્રદ્ધા ક્યારે ઓછી ના થવી.
જીવન જીવવા માં આ પાંચ મૂલ્યો અમે બાળપણ થી શીખ્યાં. આજે ખુશ રહેવું સરળ બની ગયું. માણસ બધું બદલી શકે છે પણ એના આંતરિક મનના વિચારો નહી.
બહુજ મોટું સૌભાગ્ય છે અમારું કે તમે અમારા જીવનમાં રહ્યાં અને અમને બાળપણથી એટલા મજબૂત બનાવ્યા કે ક્યારે કોઈપણ પરિસ્થિતિ માં જીવી શકીએ છે અમે.
🤍ક્યારેક સહેવું પડે તો ક્યારે નમવું પડે.
🤍ક્યારેક રોકવું પડે તો ક્યારે ટોકવું પડે.
🤍ક્યારેક હસવું પડે તો ક્યારેક રડવું પડે.
🫰નૈતિકતા, પ્રમાણિકતા, નીતિમત્તા અને સચ્ચાઈ સાથે તમે તમારા જીવનને પસાર કર્યું, ક્યારે પોતાનો રસ્તો નહી બદલ્યો, તમારી આ શીખ ને શીખી અમે પણ એની તરફ ચાલ્યાં અને આજે જીવન થી ખૂબ સંતોષ નો અનુભવ કરીએ છે.
જો તમે આટલા સારા માણસ ના હોત તો કદાચ તમારી ત્રીજી પેઠી પણ આવી ના હોત, અમારા કોઈ સારા કર્મ ના ફળરૂપે તમે અમને મળ્યાં હતા.
I miss you Nana & I love you.❤️❤️