આ રહ્યા અમારા ગત વર્ષના ખટમીઠા સંભારણા,
ક્યારેક  ડૂબ્યા ઉંડા  શોક માં તો ક્યારેક હરખાણા.
સહનશીલતાની પણ એક હદ હોય છે  જીંદગીમાં,
ક્યારેક  કરી ધીંગામસ્તી તો કર્યા ક્યારેક ધિંગાણા,
પ્રારબ્ધ  આગળ પુરુષાર્થ નબળો પડે જુવો કાયમ,
ક્યારેક  બગડી ચાય તો  ક્યારેક બગડ્યા અથાણાં.
હોશિયારી  અમારી અહીં ને અહી જ રહી સમજો,
ક્યારેક છટકી ગયા સાંગોપાંગ તો ક્યારેક છેતરાણા.
તાકાત નો અંદાજ  પણ ખોટો સાબિત  થયો જ્યારે,
ક્યારેક  જીત્યા  અમે જંગ તો ક્યારેક વેરાયા વટાણા.
આખા  વર્ષ નું સરવૈયું  કાઢો તો ખબર પડે નુકશાનની,
ક્યારેક મળી નહી ફૂટી કોડી તો કયારેક લાખો કમાણા.
" મિત્ર " આવ્યા એવા ઉજવ્યા છે પ્રસંગો ને પર્વો બધા,
ક્યારેક  ગાયા  મરશિયા તો ક્યારેક ગાયા  લગન ગાણા.
સૌજન્ય :-
વિનોદ સોલંકી  " મિત્ર ". લખતર.
 - Umakant