કોઈને તમે દિલથી યાદ કરતા હોય ને!! જેને પણ યાદ કરો ને! એ વ્યક્તિને અહેસાસ થાય છે કે કોઈ મને યાદ કરે છે. વારંવાર યાદ કરવાથી કુદરતી રીતે સામેની વ્યક્તિ જોડે એક કોન્ટેક્ટ થઈ જાય છે... જેને તમે યાદ કરતા હોય એને પણ તમારી યાદ આવે ચોક્કસ પણે..!!આ એક સનાતન સત્ય છે. હા પરંતુ યાદ ખૂબ જ લાગણીથી ભરપૂર અને પ્રેમમૈય હોવી જોઈએ.
એક કુદરતી સંદેશ સામેની વ્યક્તિ તરફ જાય છે કે કોઈ એને યાદ કરે.. વારંવાર યાદ કરવાથી સામેની વ્યક્તિને અહેસાસ થઈ જાય.
પરંતુ પ્રેમ અને લાગણી સાચી હોવી જોઈએ... આપણા તરફથી યાદો ની સિક્વન્સ એના તરફ આપોઆપ જશે એના વિચારો અને મન એને કેચપ કરશે... કુદરતી સત્ય છે.. ઘણીવાર આપણે કોઈને યાદ કરતા હોય અને એનો ફોન આવે, એસએમએસ આવે અને ક્યારેક તો એ ખુદ વ્યક્તિ પણ, અચાનક સામે આવી જાય.. આ કોઈ સયોગ નથી!! પરંતુ આપણે યાદ કરતા હોય ને એટલે કુદરત પણ એને આપણી તરફ આકર્ષણ કરે છે.. આમાં પ્રેમ અને લાગણી સાચી હોવી જોઈએ એમાં કોઈ બનાવટ ન ચાલે...
આતો કુદરતી પ્રક્રિયા છે તે આત્માને એક કરે છે. એક આત્માની અવાજ બીજા આત્માને પહોંચાડે છે..!! સામેની વ્યક્તિની કદર કરતા હોય એને બેહદ ચાહતા હોય એના પ્રત્યે આત્મિતા હોય આ બધું શક્ય છે.
અને જ્યારે આ આત્મિતા વધતી જાય ને..!! ત્યારે તે આત્મિતા પ્રેમમાં પરિવર્તન થાય છે ..સામેની વ્યક્તિ મળે કે ના મળે પરંતુ પ્રેમ હંમેશા એવો ને એવો રહે છે..
દિલની વાત ❤️