એ જતું વર્ષ,
તું જાય તો ભલે જાય....
નવું બની પાછું આવજે..
તુજ થી આશ એટલી,
તું દરેક ની ઉમિદ ,પૂરી કરી બતાવજે,
રડતા બાળકને હસાવજે,
ઘરડા ઘર નાં કોઇ,
બુઝર્ગ ને એનાં ઘર માં તું ,લઈ જાજે..
તૂટેલા બે હૈયા ને,હેતે મિલાવજે....
૨૦૨૪ નાં કરમાયેલા ફૂલ માં,
તું ૨૦૨૫ ની,ફોરમ ફેલાવજે....
- Mrs Farida Desar foram