રાધા હશે ને એટલે પીંછું પડ્યું હશે ,
નક્કી હવા ને લાગણીનું જળ ચડ્યું ...
આખાય વન લહેરાય પૂરા જોમથી જ તો ,
જો વાંસને સતસુરનું જીવતર અડ્યું હશે...
વૃંદાવને આજે પણ ભીનાશ જોવું છું,
કેવા વિરહની યાદમાં આંસુ પણ પડ્યું હશે ...
ઈશ્વર પછી આવે ને સાક્ષાત દોડતો ,
એ ભોગ ધર્યા બાદમાં બાળક પણ રડ્યું હશે ...
આ પાળીયા કઈ એમ તો પૂજાય નહીં ,
એકાદ જણ કંઈક સેકડો સામે લડ્યું હશે ...
ને વીજળીમાં કેટલા યત્નો કરી લીધા,
ગંગા સતી ને સાચકુ મોતી જડ્યું હશે ...
ખાડો ભરો ઈચ્છા તનો ત્યાં માગતું રહે ,
કોને ખબર આ આયખું કેવું ધડ્યું હશે..