.... " ધરા પરનો પ્રવાસી "
ભવસાગરનો અહીં હર કોઈ ખલાસી છે;
ધરા પરનો હર માનવ ફક્ત પ્રવાસી છે;
મોકલ્યો છે જ્યારે સત્કર્મ કરવા અહીં,
શરમ મૂકીને કોરાણે, બન્યો વિલાસી છે;
અમરપટો લખાવી નથી આવ્યો છતાંય,
સમજે ખુદને ધરાનો કાયમી નિવાસી છે;
લાખ ચોર્યાસી ફેરા બાદ મળે છે આયખું,
છતાં કોઈ છે ઉદાસ ને કોઈ ઉલ્લાસી છે;
શું "વ્યોમ"? તું પણ ફિલોસોફી ઝાડે છે,
શું તેં પણ ખુદની નીયત કદી ચકાસી છે?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.