પ્રતીક્ષા...
ઈચ્છા મુજબ પ્રભુ તું લેતો રહ્યો પરીક્ષા,
શબરી સમી છતાં હું કરતો રહ્યો પ્રતીક્ષા.
મુશ્કેલ થઈ ગયું'તું ભારો ઉપાડવાનું,
તૈયાર થઇ ગયો હું એથી જ લેવા દીક્ષા.
અવરોધનું પરિબળ જાણી ગયો હું ત્યારે,
મારી જ જાતની મેં જ્યારે કરી સમીક્ષા.
પડઘો પડી રહ્યો છે ઘટનાનો આંખ સામે,
ફળદાયી લાગે આજે કાલે મળેલ શીક્ષા.
બે હાથ જોડી માણસ નમતો નથી અમસ્તો,
કોઈને કોઈ રીતે માંગી જ લેશે ભિક્ષા.
@ મેહુલ ઓઝા, જામનગર. — feeling blessed in Jamnagar, India.
- Umakant