જેટલું જલદી મળે છે,તેટલું જલદી જાય છે.સસ્તું સરવાળે મોંઘુ પડે છે.આ વાત કોઈ બજારની ખરીદી ની વાત નથી.
કોઈ આપણું જલદી થઇ જાય પછી નભ જાણે મારું પોતાનું લાગે,પંખીઓની જેમ ઉડાઉડ જાગે,પાંખો માં ખુશીઓની બહાર ખીલે ત્યાં જ કોઈ પોતાનું એવું બોલે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો.
કાયમ એ વૃક્ષ,પાણી,ઘટા ફાવી ગઈ અને એ વાતાવરણથી છૂટવું પંખી માટે અઘરું છે. પાંખો હોવા છતાં એ પંખી એ વૃક્ષમાં જ પ્રાણ ત્યાગે છે.એકલતા અને મિત્રતામાં પંખી માર ખાય ત્યારે ખાધા પીધા ઉડ્યા વગર ત્યાંજ પ્રાણ ત્યાગ કરે છે.
- vatsa
- वात्सल्य