🙏કોઈનાં પ્રેમથી બોલાયેલા બે શબ્દો પણ કોઈની સમગ્ર કવિતાની પંક્તિઓની પ્રેરણા બનતી હોય છે.
એક બીજ પડે ધરા પર મળે પાણીનો નો સાથ તો અનંત વૃક્ષો ની શક્યતા બનતી હોય છે.
બની શકે કોઈનાં દુઃખે દુઃખી પ્રત્યક્ષ કદાચ ના થઈ શકીએ, તો બે શબ્દોનો દિલાસો શ્વસન બનતો હોય છે.
એક કપ ચા સાથે પુછેલા ખબર અંતરથી બન્ને એવું કે કોઈનો સમગ્ર દિવસ તાજગીસભર બનતો હોય છે.
વેરાન રણમાં તપતી રેતીમાં તડપતા પંખીને કોઈ આપે બે જળની બુંદ તો પણ તેનાં જીવમાં જીવ આવતો હોય છે.
મયુર તો ક્યાં સમગ્ર વનનો રાજા બનવા ફરે!બસ તેનાં ટહુકાના પડઘાં થી મેઘ વરસે એવું ઈચ્છતો હોય છે.🦚🦚
- Parmar Mayur