🙏🙏એક લેખક એટલે અઢળક વિચારો નો ખુશ્બુદાર બગીચો.તેના વિચારોનાં બાગમાં પ્રણય, હાસ્ય, વેદના, ખુશી જેવા અનેક પુષ્પોની જાત ઉગાડીને સમાજમાં તેની ખુશ્બૂ ચિરકાળ સુધી ફેલાવી શકે છે.
એક લેખક ફક્ત તેનાં વિચારો જ કાગળ પર ઉતારતાં હોતા નથી. તેની આસપાસ સમાજમાં બનતા બનાવો,ઘટનાઓ વગેરે ને તે કલમથી જીવંત કરીને દીર્ઘજીવી બનાવે છે.
લેખક એ એક પાગલ પ્રેમી બની શકે છે તો એક પ્રકૃતિ પ્રેમી પણ બની શકે છે.તે મિલન ની પળો ને પણ સંજીવન કરી શકે છે તો વિરહની વેદના ની પીડા પણ અનુભવે છે એક જ વ્યક્તિ અનેક વિચારધારાનું વ્યક્તિત્વ નિભાવી શકે છે.
એક લેખક તેની કલમથી ઈતિહાસ ને કાગળ પર કંડારી પણ શકે છે અને એક સંભાવના નો ઈતિહાસ રચી પણ શકે છે.લેખકની કલમ સમુદ્ર નાં ઊંડાણને પણ પામી શકે છે તો કોઈનાં મન ને પણ!
લેખક તેનાં વિચારોની પાંખોથી કલ્પના જગતની કંઇક અલગ જ દુનિયામાં વિચરણ પણ કરી આવે છે.એજ લેખક પોતાની કલમની સત્યતા માટે કે ઈજ્જત માટે પોતાનું સર કલમ પણ કરાવાની તૈયારી રાખે છે.
એક લેખકની દુનિયામાં જ્યારે કોઈ વ્યક્તિ મનથી ચક્કર મારશે તો ખરેખર તેને સમાજના બીબાઢાળ જીવન જીવતા માણસ કરતાં કંઈક અલગ જ પ્રકારના વ્યકિતના વ્યકિતત્વનો પરિચય થશે એક લેખકની રચના વાંચવાં માટે ચક્ષુ જોઈએ પરંતુ સમજવા માટે મન ચક્ષુ જોઈએ.🦚🦚