કર્યાં કેટલાંય પ્રયત્નો,
ઉઠી સવારે વહેલાં,
કર્યાં યોગાસનો, ને કસરતો!
ચલાવી સાયકલ કલાકો,
ને ઑક્સિજન માટે
લીધાં ઊંડા ઊંડા શ્વાસ!
કર્યાં કંઈ કેટલાંય ઉપાયો,
એ હ્રદય માત્ર તારા માટે!
ધબકતું રહેજે આમ જ સદાય,
વિના કોઈ તાણ તારા પર!
- Tr. Mrs. Snehal Jani
- Tr. Mrs. Snehal Jani