કોઇ કોઇનું નથી રે …
કોઇ કોઇનું નથી રે કોઇ કોઇનું નથી રે 
ક્યાંથી આવ્યાં, ક્યાં જવાના, 
તેની ખબર નથી- કોઇ
સૃષ્ટિ રચી એવી તેં તો,
 દેખાવા છતાં સાચી નથી રે …
પળ પળ નો હિસાબ રાખે તું તો, 
પળ મોંઘી ઘણી રે …
સઘળે વસે વ્યાપક બની, 
છતાં દેખાતી નથી રે … કોઇ
કામ-ક્રોધના માર છે આકરા,  
છતાં દેખાતાં નથી રે  … કોઇ 
લોભ-મોહ તણા ગૂંચળાં ઝાઝા,
હવે બહાર નીકળાતું નથી રે … કોઇ
સોંપવો છે ભાર ‘માં’ ને,
સોંપાતો નથી રે … કોઇ 
    
પગ પકડી શરણું લેવું છે 
‘મા’ નું  લેવાતું નથી રે…કોઇ 
          સદ્ગુરુ દેવેદ્ર ઘીયા 
🙏
 - Umakant