આજનો મોર્નિંગ મંત્ર🙏🏼
નરસિંહ મહેતાના પિતાની તિથી આવતાં તેના મોટાભાઈએ કહ્યું કે, પિતાજીની તિથી છે તો જમણવારનું આમંત્રણ આપેલ છે. પરંતું નરસિંહ મહેતાએ કહેલ કે, પિતાજીની તિથી હું કરીશ. મોટાભાઈએ સમજાવ્યા. પરંતુ નરસિંહ મહેતા ના માન્યા. નાતને તો મોકો જોઈ તો હતો કે, નરસિંહ મહેતા ભીખારી છે. તે શું નાતનું જમણવાર કરશે. નરસિંહ મહેતાએ ઘરે તેની પત્નીને નાત જમવા આવે છે તેથી ઘી લેવા ગયા. નરસિંહ મહેતા ઘી લેવા ગયા. પરંતુ ગામમાં કોઈ ઘી આપ્યું નહી. એક દુકાનદારે કહ્યું ઘી આપું પરંતુ તમે કૃષ્ણભજન સંભળાવો તો નરસિંહ મહેતાને તો જે જોઈતું હતું તે મળી ગયું. નરસિંહ મહેતાએ કૃષ્ણભજન ગાવાનું ચાલુ કરી દીધું. સંભાળનાર અને ગાનાર બન્ને ભાન ભૂલીને તલ્લીન થઈ ગયા. આમને આમ સાંજ પડી ગઈ. સાંજે દુકાન વધાવવાના સમયે નરસિંહ મહેતાને દુકાનદારે ઘીની બરણી ભરી આપી.
નરસિંહ મહેતાને ઘરે બપોરે પુરી નાગરી નાત બપોરે ભોજન લેવા પહોચી ગઈ. તેનો મોટોભાઈ મનમાં દુઃખી થતો હતો. પુરી નાગરીનાતમાં નાક કપાવશે નરસયો ખાવા ઘરમાં ધાન નથી ને તિથી કરવા નીકળ્યો છે. પુરી નાત અને મોટાભાઈ આવ્યા તો નરસિંહ મહેતા દરેકને ઘી લચપચતા લાડુ પીરસી રહ્યા હતાં. મન મુકીને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા. ભોજન બાદ દરેકને એક એક અસરફી દાનમાં આપતાં હતાં. પુરી નાગરીનાત અને નરસિંહ મહેતાનો મોટોભાઈ મોમા આગળા નાંખી ગયાં.
સાંજે દિવસ ઢળતા નરસિંહ મહેતા ઘીની બરણી સાથે ઘરે આવ્યાં. તેની પત્ની ભગવાનને ભોગ ધરાવીને જમવા બેઠી હતી. નરસિંહ મહેતા બોલ્યાં, બાપુજીની તિથી હોવાથી ગયો તો ઘી લેવા પણ કોઈ આપવા રાજી ન હતું. એક વેપારી આપવા રાજી થયો તો મારા હરીભજન સાંભળીને હરીભજનમાં સાંજ થઈ ગઈ ખબર ના રહી. આ લે ઘી નાતને જમાણવી પડશે ને?
નરસિંહ મહેતાની પત્ની ઘી બરણી હાથમાં લેતાં બોલી તમે તમારી હાથે જ બપોરે પુરી નાતને જમાડીને દાનમાં એક એક અસરફી આપી ભુલી ગયાં.
આટલું સાંભળી નરસિંહ મહેતા ભીની આંખે બોલ્યાં, સુશીલા મારો હજાર હાથ વાળો આવીને મારી ફરજ પુરી કરી ગયો. હું તો હજુ ઘી લઈને આવ્યો છું. મારા હરી તારી લીલા તો તુ જાણે..
ઉપરોક્ત સત્ય હક્કિત વાંચીને એટલો ખ્યાલ આવ્યો કે, ભગવાન ભગતના પ્રેમરૂપી વશમાં છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન હાજર જ છે. પોતાના ભક્તના દરેક કામ કરવા ભગવાન હંમેશા તત્પર રહે છે. આજ નરસિંહ મહેતાની ૬૧૫મી જન્મ જયંતિ નિમિતે એક નાના પ્રંસગ રૂપે
તેની યાદ....
પિતૃ દેવો ને વંદન
નરસિંહ મહેતા ને વંદન
જય શ્રી રાધે કૃષ્ણ
❤️🙏🏻
- Umakant