આંગળીના ટેરવાની કમાલ તો જુઓ,
બુઠ્ઠી કલમેય જગ આલેખી જાણે.!!

ભાવના વિષયને મારોડદાર બનાવી,
પ્રેમની પરિભાષાને જીવંત કરી જાણે.!!

ટીપે ટીપાનો સાર નીચોવી નાખી,
લેખનમાં એતો રહસ્ય ઉતારી જાણે.!!

વિરહમાં ઝૂરતી પ્રેમિકાના દર્દથી,
આંખોમાં વાદળના નીર છલકાવી જાણે.!!

અસ્પષ્ટ વાણીએ ભાવ વહાવીને,
અધૂરા શબ્દોથી કવિતા લખી જાણે.!!

આક્રોશની અભિવ્યક્તિને જીવંત કરી,
જનમેદનીમાં રોષ ભરી જાણે.!!

શબ્દોની માપરેખામાં રહી,
પેટ ભરીને હસાવી જાણે.!!

Swati..3/9/24

Gujarati Blog by SWATI BHATT : 111949097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now