બાલકૃષ્ણ
નટખટ એ કાનુડો,
બતાવી લીલા બાળપણથી
હતા એ બાલકૃષ્ણ,
કર્યાં વધ તોય મોટા રાક્ષસોનાં.
જન્મનો છઠ્ઠો દિવસ એ,
કર્યો વધ પૂતનાનો.
વધ કર્યો ત્રિનવર્તનો,
આવ્યો હતો જે મારવા બાલકૃષ્ણને,
લઈને સ્વરુપ વાવાઝોડાંનું.
ટકી ન શક્યું જોર એનું,
આ બાલકૃષ્ણની સામે.
હોય જ્યાં મામા કંસ,
ક્યાં રહે કમી રાક્ષસોની?
મોકલ્યો વત્સાસુર વાછરડારૂપે,
તો આવ્યો બકાસુર બગલો બનીને!
જોઈ મહાકાય અજગર,
ન ડગ્યો આ બાલગોપલ,
કર્યો વધ અજગરનો એણે,
મળી મુક્તિ અઘાસુરને.
કર્યા ભલે આટઆટલા રાક્ષસોના વધ,
હતો આ એક જ ઉપાય,
મુક્તિનો એ સૌની.
કરે ઉદ્ધાર આમ જ આ કાનુડો,
બતાવી લીલા અપરંપાર!
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

Gujarati Religious by Tr. Mrs. Snehal Jani : 111948324
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now