“લોક ગીત”
માથે  મટુકડી મહીની ગોળી હું મૈયારણ હાલી રે, ગોકુળમાં... 
   હો મોરા શ્યામ મમુજને હરિ વા'લા.
  સાંકડી શેરીમાં મારાં સસરાજી મળિયા
મુને લાજ્યું કાઢ્યાની ઘણી હામ રે, ગોકુળમાં... 
   હો મોરા શ્યામ મુજને હરિ વા' લા.
   સાંકડી શેરીમાં મારાં સાસુજી મળિયા
મુને પગમાં પડ્યાની ઘણી હામ રે, ગોકુળમાં...
    હો મોરા શ્યામ મુજને હરિ વા'લા.
    સાંકડી શેરીમાં મારાં જેઠજી મળિયા
મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે, ગોકુળમાં...
    હો મોરા શ્યામ મુજને હરિ વા'લા.
   સાંકડી શેરીમાં મારાં દેરજી મળિયા
મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે, ગોકુળમાં...
    હો મોરા શ્યામ મુજને હરિ વા'લા.
    સાંકડી શેરીમાં મારાં નણંદલ મળિયા
મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રે, ગોકુળમાં...
   હો મોરા શ્યામ મુજને હરિ વા'લા.
   સાંકડી શેરીમાં મારો પરણ્યો મળિયા
મુને મુખડું મલકાવવાની ઘણી હામ રે, ગોકુળમાં...
   હો મોરા શ્યામ મુજને હરિ વા'લા.
-અજ્ઞાત.
 - Umakant