આધુનિક રીતે ગરબા કરવાનાં સ્ટેપ્સ નો સરસ વિડિયો શ્રી. ઉત્સવ ધોળકિયા તરફથી મળ્યો છે. હાથ ની સ્થિતિ અને સ્ટેપ્સ, પછી કમર સીધી રાખવા પાછળ હાથ, પછી પગ ની મૂવમેન્ટ, પછી હાથ પગ ની સંગીત સાથે અને પછી કમર, હાથ, પગ ની શક્તિશાળી રીતે પ્રમાણમાં ઝડપી મૂવમેન્ટસ.
અત્રે શ્રી. ઉત્સવ ધોળકિયા દ્વારા મુકેલ વિડિયો જેમાં અત્યારની રીતે ગરબા કરવાનાં સ્ટેપ્સ છે. દોઢીયું, ત્રણ તાળી, હીંચ વગેરે જૂના પ્રકારો છે.
આમાં ઉપર લખેલી સૂચનાઓનો જરૂર અમલ કરો અને સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરો .
યોગ ની ક્રિયાઓ જેવી કે ત્રિકોણાસન, હાથ આગળ પાછળ વગેરે આમાં આવી જાય છે. શરૂમાં હાથ, પછી પગ, પછી બેય નું કોઓર્ડીનેશન પછી કમર સાથે હાથ પગ.
તો જરૂર જુઓ.
સ્ટેપ્સ ટુંકમાં આ પ્રમાણે હશે.
1.હાથની મૂવમેન્ટ સાથે શરીરનાં હલનચલન નું સંકલન કરો. પહેલાં બેય હાથ પૈકી એક સીધો આકાશ સામે, બીજો પગ તરફ કરતાં ધડને ત્રીસ અંશ જેવું વળવા દઈ પ્રેક્ટિસ કરો.
2. હવે પહેલાં એક હાથ પાછળ કમરના છેલ્લા મણકા પર રાખી બીજો હાથ ઊંચો, એ વખતે પગ આગળ. બીજો હાથ નીચે તો પગ પાછળ એમ વારાફરતી હાથો રાખી પ્રેક્ટિસ કરો.
3. પછી બંને હાથ ખોલીને ધડને વાળતાં એક હાથ ઉપર, એક નીચે કરતાં સંગીતના તાલે પ્રેક્ટિસ કરો.
4. હાથની પ્રેક્ટિસ પછી બેય હાથ પાછળ રાખી પગની પ્રેક્ટિસ કરો. રિધમ માં ચોક્કસ લંબાઈથી આગળ પાછળ કદમ લો.
5. હવે બંને હાથ ખભાની લાઈનમાં રાખતાં પગની પ્રેક્ટિસ કરો .
6. હાથ અને પગ એક બીજા સાથે સંકલન સાધે પછી ધીમેથી હાથની મૂવમેન્ટ કરો.
7. હાથ પગ ની મૂવમેન્ટ સંકલન સાથે સ્ટેપ લેતી થાય પછી જ કમર સાથે હાથ પગ હલાવો.
8. હવે તમારું સંપૂર્ણ ધ્યાન હાથની હિલચાલ પર રાખો. એક હાથ ઉપર જાય ત્યારે બીજો પડી ન જાય તેનું ધ્યાન રાખો.
9. હવે હાથ પગ ની હલચલ સાથે કમરમાંથી વાંકા વળવાની ક્રિયાઓ શરૂમાં ધીમે, પછી સ્પીડ વધારતા જાઓ.
આ લીંક આખી જોવાથી સારો ખ્યાલ આવશે.
https://www.facebook.com/share/Ukt9PZUfYYc5k3f8/?mibextid=oFDknk
શ્રી. ઉત્સવ ધોળકિયા નો આભાર.
અગાઉ સહુને કામ આવશે.